આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

યાત્રાના પ્રારંભે આજે બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યો હતો. પ્રથમ કાફલામાં જ ગુફા પર પહોંચેલા લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.

અમરનાથ યાત્રા માટે શુક્રવારે જ 4600થી વધુ શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. આ બંને કેમ્પ પરથી યાત્રાળુઓએ આજે થ્રી લેયર સુરક્ષા સાથે આગળ વધ્યા હતા. ડોમેલ ગેટથી શ્રદ્ધાળુઓ ‘બમબમ ભોલે’ના નાદ સાથે આગળ વધ્યા હતા. બાલતાલથી નીકળેલા શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચ્યા હતા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાલુઓની સાથે મોટી સંખ્યામાં ગુજરાતથી પહોંચેલા શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *