આ અવસરે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણનું સ્તર સુધારવા અને ઊંચું લાવવા માટે તેમણે અનેકવિધ પગલાંઓ લીધા હતા. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજ્યમાં શિક્ષણને વધુ ગુણવત્તા યુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. જ્યારે શાળા પ્રવેશોત્સવના લીધે સરકારી શાળાઓ ફૂલ થવા લાગી છે. રાજ્યની દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તે માટે સરકારે “નમો સરસ્વતી” અને “નમો લક્ષ્મી યોજના” શરૂ કરી છે. આ સાથે રાજ્યમાં શિક્ષણનું બજેટ રૂપિયા 55 હજાર કરોડ સુધી પહોંચ્યું હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.