મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ફરિનાબેન અબ્દુલભાઈ મેમણ (ઉ.વ.32) ને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેઓનું સારવાર દરમિયાન સવારે 5.30 વાગ્યા આસપાસ મોત નિપજયું હતું. પોલીસે પુછપરછ કરતા જાણવા મળેલ કે, ફરિનાબેને ગઇકાલે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોનું ધ્યાન પડતા તુરંત તેમને સારવારમાં ખસેડવામાં આવેલ. પણ સારવારમાં તેમનું મોત નિપજયું હતું. ફરિનાબેન માનસીક રીતે બિમાર રહેતા હતા જેથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક અનુમાન છે. મૃતકના પતિ રીક્ષા ચલાવે છે. સંતાનમાં એક પુત્ર, અને એક પુત્રી છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *