રાજકોટ મનપાની તિજોરી છલકાઈ!

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક 2024-25ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.8 એપ્રિલ 2024થી શરૂ કરી છે. જેમાં આજરોજ 18 મે 2024 સુધીમાં 2,20,248 કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરોમાં 138.91 કરોડથી વધુ રકમ ભરપાઈ કરી છે.

ગત વર્ષની સરખામણીએ લાભાર્થીઓમાં વધારો
રાજકોટ શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ વેરા વળતર યોજનામાં છેલ્લા 40 દિવસમાં 2.20 લાખ કરદાતાઓએ રૂ.138.91 કરોડનો વેરો ભરતા કરદાતાઓને 14.50 કરોડનું વળતર આપવામાં આવ્‍યુ છે. જેમાં કરદાતાઓએ ઓનલાઇન 93.2 કરોડનો વેરો ભર્યો છે. જ્યારે ગત વર્ષે તા.1 એપ્રિલથી તા.17 મે સુધીમાં 2,13,405 કરદાતાએ રૂ.130.89 કરોડનો વેરો ભર્યો હતો. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે વળતર યોજનાનો લાભ લેનાર કરદાતા અને આવક વધુ થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *