અમદાવાદના દરિયાપુરમાં સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો છે. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનનો મહોલ્લોમાં સરવે કરવા જતા તેમના પર હુમલો થયો છે. સુલ્તાન સૈયદની મસ્જીદમાં સરવે કરવા ગયેલા બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ નામના શિક્ષકને 10થી વધુના ટોળાએ આચાર્યને માર માર્યો હતો, ત્યાર બાદ 100 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. શિક્ષકે મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે સુરતના મદરેસાના પ્રિન્સિપાલે સરકારની કામગીરીને બિરદાવી છે.

અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. વડોદરામાં મદરેસા સરવેમાં વડોદરા શિક્ષણ વિભાગની 15 ટીમે સરવે હાથ ધર્યો છે. વડોદરા શહેરની 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો બનાવી સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *