દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (17 મે) સુનાવણી ચાલી રહી છે. કેજરીવાલે EDની ધરપકડને પડકારી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી બનાવવામાં આવી છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુ ED વતી દલીલો રજૂ કરી રહ્યા છે અને અભિષેક મનુ સિંઘવી કેજરીવાલ વતી દલીલો રજૂ કરી રહ્યા છે.
એએસજી એસવી રાજુએ જણાવ્યું કે લાંચની રકમ હવાલા મારફતે મોકલવામાં આવી હતી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સામાન્ય રીતે તપાસ અધિકારી ત્યાં સુધી ધરપકડ કરી શકતા નથી જ્યાં સુધી તેની પાસે ‘દોષિત’ સાબિત કરવા માટે પૂરતા પુરાવા ન હોય. આ ધોરણ હોવું જોઈએ.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એવા 9 નિવેદનો છે જે કેજરીવાલને દોષિત સાબિત થવાથી બચાવે છે. પરંતુ તપાસ એજન્સીએ તેને ઝીરો વેઇટેજ આપ્યું હતું.
તપાસ એજન્સીએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 21 દિવસ માટે એટલે કે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.