હનુમાન મઢી નજીક ગોડાઉનમાંથી વાયરચોરી કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

રાજકોટના હનુમાન મઢી ચોક નજીક 3.19 લાખના વાયર ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કુલ 2.28 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી સની ગામેતી અગાઉ બે વખત જામનગર પોલીસના હાથે અલગ અલગ ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે 3.19 લાખના વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ સીસીટીવી ફૂટેજ ચકાસી હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી. રાજકોટ LCB ઝોન 2 ટીમ દ્વારા ચોરીની ઘટનામાં આરોપી સની ગામેતી હનુમાન મઢી ચોક નજીક છોટુનગર વિસ્તરમાં હોવાની બાતમી મળતાં પોલીસે તેને અટકાવી તલાસી લીધી હતી. તેની પાસેથી ચોરીમાં ગયેલા વાયર સહિત મુદ્દામાલ મળી કુલ 2.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં ચોરીમાં સામેલ અન્ય બે લોકોના નામ આપ્યા છે, જેમાં જીતેશ પાટડીયા અને મનસુખ ઉર્ફે દીકુ પરમારનું નામ ખુલતા ફરાર બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલો આરોપી સની ગામેતી અગાઉ જામનગર શહેરમાં સી ડિવિઝન પોલીસના હાથે બે વખત ચોરીના ગુનામાં 2023માં ઝડપાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે જીતેશ પાટડીયા પણ અગાઉ રાજકોટ અને જામનગરમાં ચાર ગુના તેમજ મનસુખ ઉર્ફે દીકુ પરમાર વિરુધ્ધ રાજકોટ પોલીસમાં અલગ અલગ 12 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *