ગુજરાતમાં રાજકોટ, જામનગરમાં સૌથી વધુ અસર, મતદાન મથકો પર લાઈનો લગાવી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ટિકિટ ભાજપે રદ ન કરતાં ક્ષત્રિય સમાજે અનેક મહાસંમેલનોનું આયોજન થયા અને સતત તેઓ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતની રાજકોટ, જામનગર સહિત 9 સીટો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને આ 9 સીટ પર અસર કરવાનો દાવો પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે રહે છે કે વિરુદ્ધ.

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં થઈ છે ત્યાં મોટી સંખ્યામાં મતદાન માટે લોકો મતદાન મથક પહોંચ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *