માનસિક બીમારીથી કંટાળી 30 વર્ષીય પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટના મોરબી રોડ પર ચંદ્રપાર્ક ડી.કે.સ્કૂલવાળી શેરીમાં રહેતાં નિમિષાબેન જગદીશભાઈ સંખારવા (ઉ.વ.30) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે 6 વાગ્યાની આસપાસ રૂમમાં જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે ઉલ્ટી કરવાં લાગતાં તેમની પુત્રીએ તેના પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. મનીષાબેનને તાત્કાલિક સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી. મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

​​​​​​​મૃતકના પતિ જગદિશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ખોરાણા ગામના વતની છે અને તેઓ રત્ન કલાકાર સાથે ખેતીકામ પણ કરે છે. તેઓના લગ્ન 7 વર્ષ પહેલાં ઢોલરા ગામના નિમિષાબેન સાથે થયાં હતાં. દંપતીને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમના પત્ની ઘણાં સમયથી માનસિક બીમારીથી પીડિત હોય જેથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ બનાવથી બે સંતાનો માતાવિહોણા થતાં પરિવારમાં ગમગીની સાથે કલ્પાંત છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *