રાજકોટના યુવાને ફેસબુકમાં જાહેરાત જોઈ કોઇલ મશીન ખરીદવા ઓર્ડર કર્યો

અજાણ્યા શખસે મીની પાવર કંટ્રોલર મેન્યુફેકચરીંગ વ્યવસાય નામની ગૃહ ઉદ્યોગ નામથી ફેસબુક ઉપર ખોટી જાહેરાત આપેલ હતી અને મને ફોનમાં અમદાવાદ ગ્લોબલ ગૃહ ઉદ્યોગ વિશે જણાવ્યું. ઈલેક્ટ્રિક કોઈલ મશીન આપવાનું કહીને મારી પાસેથી રૂ.7000 સ્કેન કરાવી મશીન મારા ઘરે ૫હોંચી જશે એમ જણાવ્યું. બાદમાં આ ઈલેક્ટ્રીક કોઈલ મશીન મારા ઘરે ન આવતા મે તેને અવારનવાર ફોન કર્યા પણ મારો ફોન ન ઉપાડ્યો. મે તેને પેમેન્ટ કરેલ રૂ.7000 પણ પરત આપ્યા નહી એટલે મને મારી સાથે છેતરપીંડી થયાની જાણ થઈ. આ કારણોસર આજ રોજ આ ફેસબુક પર મીની પાવર કંટ્રોલર મેન્યુફેકચરીંગ વ્યવસાય નામની ગૃહઉદ્યોગ નામથી ખોટી જાહેરાત આપી અને મને ફોનમાં અમદાવાદ ગ્લોબલ ગૃહ ઉદ્યોગનું જણાવ્યું તો પીયુષભાઈ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી હીતેશભાઇ જયસીંગભાઇ બારડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું દુકાન ભાડે રાખી મેજરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગનુ કામ કરુ છું. મારે HDFC બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ છે. ગઇ તા.19.02.2024ના સવારે 10 વાગ્યે આસપાસ હું મારી દુકાનમા હાજર હતો ત્યારે હું મારા મોબાઈલમાં ફેસબુક જોતો હતો ત્યારે તેમાં ઘરેબેઠા કામ કરી શકો એવી ઇલેક્ટ્રિક કોઇલ બનાવવાના મશીનની જાહેરાત જોઈ. મારે ઇલેક્ટ્રિક કોઇલ બનવાવાનું ગૃહઉદ્યોગ શરૂ કરવુ હતુ એટલે તે જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરી અને મશીન વિશેનો ભાવ તથા તેના વિશે માહિતી માગતા વ્યક્તિએ તેનું નામ જણાવેલ નહી પરંતુ, તે અમદાવાદમા આવેલા ગ્લોબલ ગૃહ ઉદ્યોગમાંથી બોલે છે એમ જણાવ્યું હતું.

ત્યારબાદ મેં કહ્યું કે, મારે આ ઇલેક્ટ્રિક કોઇલ બનાવવાનું મશીન જોવુ છે એમ વાત કરી તો તેમણે મને કહ્યું કે, શહેરમાં એમના મશીન ચાલે છે તો તમે રુબરુ જોઇ આવો અને તે મશીન કોઠારીયા સોલવન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં છે અને તેમનુ નામ પીયુષભાઈ છે. જેથી, મે તે મોબાઈલ નંબરમાં ફોન કરતા તેઓએ પોતાનુ નામ પીયુષભાઇ જણાવ્યું અને મને રુબરુ મશીન જોવા બોલાવ્યા. જેથી, સાંજે 6 વાગ્યા આસપાસ કિશાન ગૌસાળાની બાજુમાં રેલ્વે લાઇનની બાજુમાં ગયા. અહીં એક શેડ હતો, જેના પર કોઇ નામ ન હતુ. ત્યારબાદ હુ પીયુષભાઈને રુબરુ મળ્યો અને તેમણે મને મશીન બતાવ્યું. ત્યારબાદ હુ ત્યાંથી નીકળી ગયો અને મને થોડી જ વારમાં પહેલા જેની સાથે વાત કરી હતી તે અમદાવાદવાળા ભાઈનો વ્હોટ્સએપમાં મેસેજ આવ્યો કે, મશીન જોઈ આવ્યા, જેથી મે તેને હા તેમ મેસેજ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *