8 મહિનાથી નંબર માંગતો અને ગિફ્ટ આપવાની કોશિશ કરતો

રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતાની સતત છેડતી કરી માનસિક ત્રાસ આપવાના મામલે જતીન પારેખ નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપી છેલ્લા આઠ મહિનાથી પરિણીતાનો પીછો કરવાનો પ્રયાસ કરતો હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ અંતે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સતત પીછો અને છેડતીની ઘટનાઓ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી જતીન પારેખે 2025થી જ વિવિધ બહાને તેને પજવવાનું શરૂ કર્યું હતું કે, વર્ષ 2025માં પ્રસાદ આપવાના બહાને ઘરે આવી ‘ઘર જોવું છે’ તેમ કહી ઘૂસી ગયો હતો અને પર્સનલ વાત કરવા માટે મોબાઈલ નંબર માંગ્યો હતો. પરિણીતાએ ઠપકો આપતા તે જતો રહ્યો હતો પણ ત્યારથી પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. પુત્રને સ્કૂલે મૂકવા-તેડવા જતી વખતે કે બિલ્ડિંગ નીચે રમાડતી વખતે આરોપી રસ્તામાં ઊભા રહી ગિફ્ટ આપવાની કોશિશ કરતો તેમજ અવારનવાર નંબર માંગી આસપાસ આંટા મારતો હતો.

આરોપીની પજવણીની હદ ત્યારે પાર થઈ જ્યારે તા. ૨૨ જુલાઈના રોજ તેણે પરિણીતાના પતિને રસ્તામાં રોકીને દાવો કર્યો હતો કે, “તમારી વાઈફ મારી છે અને અમે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ” તેમ કહી ખોટા આક્ષેપો કર્યા હતા. આ બાબતે પતિ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે જ દિવસે બપોરે પરિણીતા અને પરિવારજનોએ આરોપીને ઠપકો આપતા પુનઃ માથાકૂટ અને મારામારી થઈ હતી, જેમાં આરોપીની પત્ની પણ સામેલ હતી. ઘટના સ્થળે પોલીસને બોલાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *