રાજકોટ ગ્રામ્ય LCBએ ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં જુગારના અખાડા પર દરોડો પાડી 8 લોકોને ઝડપી લીધા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર સામે ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ દરમિયાન LCBને ખાનગી બાતમી મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, હરેશભાઇ ભગવાનજીભાઇ પઢારીયાએ પાંચીયાવદરની સીમમાં આવેલી પોતાની વાડીના મકાનમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર શરૂ કરાવ્યો હતો. ત્યાં ગંજીપાના અને પૈસાથી હારજીતનો જુગાર રમાતો હતો.
LCB રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો. તમામ આરોપીઓ સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા લોકોમાં હરેશભાઇ ભગવાનજીભાઇ પઢારીયા (44, ખરેડા, કોટડાસાંગાણી), પરેશભાઇ ભીખાભાઇ પીપળીયા (44, કોઠારીયા, રાજકોટ), પ્રવીણભાઇ લાખાભાઇ જાદવ (34, પાંચતલાવડા, કોટડાસાંગાણી) અને મોહિતભાઇ હરસુખભાઇ હરસોડા (27, કોઠારીયા, રાજકોટ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રોહીતભાઇ લાલજીભાઇ ખુમાણ (28, ખરેડા, કોટડાસાંગાણી), નીખીલભાઇ લક્ષ્મણભાઇ પીપળીયા (36, કોઠારીયા, રાજકોટ), ભગીરથભાઇ માવજીભાઇ સીંધવ (35, ખરેડા, કોટડાસાંગાણી) અને મહેશભાઇ મનજીભાઇ ચાવડા (42, ખરેડા, કોટડાસાંગાણી) ઝડપાયા હતા.