પોપટપરામાં 2019માં વિસ્થાપિતો માટે બનાવેલા 696 આવાસ થઇ ગયા જર્જરિત

રાજકોટના પોપટપરા વિસ્તારમાં મહાનગરપાલિકાએ વિસ્થાપિતો માટે 2019માં બનાવેલા ભગિની નિવેદિતા ટાઉનશિપના 696 આવાસ એલોટમેન્ટ ન કરાતા જર્જરિત હાલતમાં હોવાનું અને અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ હકીકત ધ્યાનમાં આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આવાસ યોજનાના ક્વાર્ટરની મરામત કરાવી આવારા તત્ત્વોનો કબજો હોય તો પોલીસ ફરિયાદ કરી આ આવાસો જરૂરિયાતમંદોને વેચવાની જાહેરાત કરી છે.

રાજકોટ શહેરમાં એકતરફ લોકો ઘરના ઘર માટે વલખાં મારી રહ્યા છે ત્યારે રાજકોટ મનપાએ કરોડો રૂપિયાના ખર્ચે નદી કાંઠાના અથવા ડિમોલિશન દરમિયાન ઘરવિહોણા બનેલા લોકો માટે બનાવેલી પોપટપરામાં ભગિની નિવેદિતા ટાઉનશિપના આવાસોનું પાંચ વર્ષ સુધી તંત્રને એલોટમેન્ટ જ યાદ ન આવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. આ આવાસ ખંડેર બની જતા સાપ, અજગર તથા ઝેરી જીવજંતુ નીકળવાની ઘટના હવે રોજિંદી બન્યાની ફરિયાદો આસપાસના રહીશોએ કરી હતી. તેમજ અસામાજિકોનો અડ્ડો બની ગયો હોય તાત્કાલિક તેની ફાળવણી કરવા માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *