61 વર્ષના ગિરધર કાકાએ ગરબા રમી સો.મીડિયા ગજવ્યું

નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. નવરાત્રી પહેલા આ વખતે રાજકોટમાં ફેમસ બનેલા 61 વર્ષીય ગિરધર કાકા(ગિરધર ભાલોડીયા) છેલ્લા 35 વર્ષથી ગરબે ઘૂમી રહ્યા છે.

જો કે છેલ્લા 3-4 મહિનાથી સોશિયલ મીડિયામાં તેઓએ વીડિયો બનાવી અપલોડ કરી રહ્યા છે અને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 35,000 જેટલા ફોલોઅર્સ મેળવ્યા છે. આ વર્ષે તેઓ રેસકોર્સ મેદાન સ્થિત સહિયર ક્લબ તેમજ કાલાવડ રોડ પર MGM રાસતોત્સવમાં રાસ રમતા જોવા મળશે.

ગરબા કિંગ ગિરધર કાકા ઉર્ફે ગિરધર ભાલોડીયાએ કહ્યું હતું કે, હાલમાં મારી ઉંમર 61 વર્ષ છે અને હું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરું છું. મારે સંતાનમાં બે દીકરી છે, જેમાં એક દીકરીના લગ્ન થઇ ચુક્યા છે, જયારે બીજી દીકરી મારી સાથે રહે છે. મે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. હું મૂળ જામનગરના ધ્રોલ તાલુકાનો રહેવાસી છું અને છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં રહું છું.

દર વર્ષે હું સહિયર ક્લબમાં દેવ ગ્રુપ સાથે દાંડિયા રાસ રમવા જતો હોય છું, પણ આ વર્ષે પણ થોડા દિવસ સહિયર ક્લબ ઉપરાંત MGM ખાતે પણ રાસ ગરબા રમવા જવાનો છું. માતાજીનો કોઈ પણ ગરબો હોય કે અન્ય કોઈ ગીત તેમાં સ્ટેપ બેસાડી તાલ મિલાવી ગરબા રમવા એ એક જ માત્ર શોખ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *