21 વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ગોંડલ રોડ લોહાનગરમાં રહેતી 21 વર્ષીય દિવ્યાબેન દેવજીભાઈ ઉધરેડીયા નામની નવોઢાએ આજે સવારે પોતાના ઘરે લાકડાંની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદ તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તેણીના સાત મહિના પહેલાં લગ્ન થયાં હતાં. તેના પતિ સાથે ઝઘડો થતાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તેણીના માવતર જામનગરના દરેડમાં રહે છે. મૃતકના પતિ કારખાનામાં મજુરી કામ કરે છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી નવોઢાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *