2 જગ્યાએ મુસાફરના ખિસ્સામાંથી રૂ. 78 હજાર સેરવી લેવાયા

રાજકોટનાં રાજનગર ચોકમાં જય પાર્ક શેરી નં. 1 માં રહેતાં રાહુલભાઇ વૈલસિંહ મોહનીયા (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા.30 ના સાંજના સમયે તે તેમની બહેન સંગીતાબેન મોહનીયા સાથે તેઓને પોતાના વતન મધ્યપ્રદેશ જવું હોય જેથી રાજનગર ચોક ખાતે આવેલ અને રાજનગર ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી જવા રીક્ષામાં બેસેલ અને તેમની પાસે ખીસ્સામાં રોકડા રૂ.28 હજાર હતા. તે રીક્ષામાં બાજુમાં એક બહેન તથા એક માજી તેમજ એક શખ્સ બેસેલ હતો. તે રીક્ષામાં પાછળની સાઈડ એક છોકરો તથા અન્ય અજાણ્યો ઇસમ બેસેલ હતો.થોડા આગળ લક્ષ્મીનગર માર્કેટ પાસે પહોંચતા રીક્ષાવાળાએ કહેલ કે, તમે અહીં ઉભા રહો હું આ પેસેન્જરને ઉતારીને આવું, તેમ કહીં રીક્ષાવાળાએ સામાન રીક્ષામાથી ઉતારી આપેલ અને ભાડુ પણ માંગેલ નહી. બાદમાં તે ત્યાથી જતો રહેલ હતો. તેને ખિસ્સામાં રહેલ રોકડ અંગે તપાસ કરતાં પૈસા મળી આવેલ નહીં અને રીક્ષા ગેંગ તફડંચી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં જિયાણા ગામે રહેતાં વશરામભાઈ ધરમશીભાઇ મેવાસીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવિંગ કામ કરે છે અને ગઈ તા.28 ના પોતાના કામ પર જવા નીકળેલ ત્યારે તેઓ કુવાડવા ગામથી એક રીક્ષામાં બેસેલ ત્યારે તેમાં ડ્રાઇવર સહિત એક અજાણ્યો શખ્સ બેસેલ હતો અને થોડે દુર જઈ રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી પોતાને અન્ય જગ્યાએ જવાનું છે કહી ભાડું લીધા વગર નાસી છૂટ્યો હતો.બાદમાં પોતે ખિસ્સામાં રહેલ રોકડ રૂ.50 હજાર અંગે જોતા તે જોવા મળેલ નહિ, જેથી રીક્ષામાં આવેલ બે શખ્સો રોકડ ચોરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર અને કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી રીક્ષા ગેંગને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *