અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઓઈલ કટોકટી પછી કેન્દ્ર સરકારે નવો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનાવવાનો નિર્ણય લીધો છે. આ રિઝર્વ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) બનાવશે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ સમગ્ર પ્રોજેક્ટમાં આશરે ₹15,000 કરોડના ખર્ચનો અંદાજ છે. આ ભૂગર્ભ ઇમરજન્સી ઓઈલ ભંડાર કર્ણાટકના મેંગલુરુમાં બનાવવામાં આવશે. તેમાં 17.5 લાખ મેટ્રિક ટન ઓઈલ રાખી શકાશે.
હાલમાં ભારતની કુલ વ્યૂહાત્મક ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા 53.3 લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ 3.9 કરોડ બેરલ છે, જેનો ઉપયોગ યુદ્ધ અથવા ઓઈલ કટોકટી જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં થાય છે. ભારત દરરોજ લગભગ 50 લાખ બેરલ ઓઈલનો વપરાશ કરે છે, તેથી, આ રિઝર્વ દેશની જરૂરિયાતો લગભગ 8-9 દિવસ સુધી પૂરી કરી શકે છે.
1.75 મિલિયન મેટ્રિક ટન એટલે કે 1.28 લાખ બેરલના નવા વ્યૂહાત્મક ઓઈલ ભંડારનો પ્રોજેક્ટ પૂર્ણ થવા પર, આ ક્ષમતા લગભગ 33% વધી જશે.