હંતાવાયરસથી વધુ 3 મુસાફરો સંક્રમિત થયા

હંતાવાયરસના સંપર્કમાં આવેલા વધુ 3 લોકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. તેમાં એક અમેરિકન અને એક ફ્રેન્ચ યાત્રીનો સમાવેશ થાય છે, જેઓ પહેલાથી જ પોતપોતાના દેશ પાછા ફર્યા હતા. જ્યારે, મેડ્રિડમાં ક્વોરન્ટાઈન કરાયેલા એક સ્પેનિશ નાગરિકનો પ્રારંભિક રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અત્યાર સુધીમાં 3 યાત્રીઓના મોત થયા છે. 11 એપ્રિલે એક વૃદ્ધ ડચ યાત્રીનું જહાજ પર મૃત્યુ થયું હતું. તેમની પત્ની બાદમાં દક્ષિણ આફ્રિકામાં મૃત હાલતમાં મળી આવી હતી. 2 મેના રોજ એક જર્મન મહિલાનું જહાજ પર મૃત્યુ થયું હતું.

આ તમામ યાત્રીઓ ‘MV હોન્ડિયસ’ નામની તે ક્રુઝ શિપ પરથી પાછા ફર્યા છે, જ્યાં વાયરસના કેસ સામે આવ્યા હતા. આ જહાજ સ્પેનના કેનેરી આઇલેન્ડ્સમાં રોકાયું હતું. WHO અનુસાર, જહાજ સંબંધિત હંતાવાયરસના 9 કેસ કન્ફર્મ થઈ ચૂક્યા છે.

WHO એ જહાજ પરથી પાછા ફરનારા તમામ લોકો માટે 42 દિવસના આઇસોલેશનની ભલામણ કરી છે. જોકે, અમેરિકન CDC એ જણાવ્યું કે વાયરસનું માણસથી માણસમાં ફેલાવું દુર્લભ છે અને તેને કોવિડ જેવી મહામારી ન ગણવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *