સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 17થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. જે માટે પરીક્ષા વિભાગ દ્વારા શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 54,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં સૌથી વધુ બી.એ અને બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. બીએમાં 20,881 તો બીકોમમાં 17,424 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે બીએસસી એપ્લાઇડ ફિઝિક્સ વિષયમાં સૌથી ઓછા માત્ર 2 તો બીએ આઇડીમાં 11 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે પણ પરીક્ષામાં સીસીટીવી વેબસાઈટ ઉપર જોવા નહીં મળે એટલે કે પરીક્ષામાં પારદર્શકતા રાખવાની વાતો હવામાં રહેશે.
75 ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકમાં અભ્યાસ કરતા 54,916 વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તારીખ 17 ડિસેમ્બરથી શરૂ થશે. જેમાં અમૂક કોર્સની માત્ર 2 દિવસ તો અમૂકની 7 દિવસ પરીક્ષા ચાલશે. જેપા પરીક્ષાનો સમય સવારે 10:30થી 1:30 તો બપોરનો 2:30થી 4:30 સુધીનો હશે. 157 પરીક્ષા કેન્દ્રો ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે જેમાં અંદાજે 75 જેટલા ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે.