સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ રિઝલ્ટ જાહેર કરવામાં નબળો પૂરવાર, વિદ્યાર્થીઓમાં ભારે રોસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLBના સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-2ના પરિણામ એક્ઝામના 6 મહિના બાદ પણ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં રોસ જોવા મળી રહ્યો છે. LLB સેમેસ્ટર-1ની પરીક્ષા તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં આવી હતી. જ્યારે સેમેસ્ટર-2ની પરીક્ષા તા. 11 એપ્રિલ 2026ના યોજાઈ હતી. પરીક્ષાને 4થી 6 માસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંને સેમેસ્ટરના પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક તરફ વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ અગાઉની બંને પરીક્ષાના પરિણામ હજુ બાકી છે. નવા કોર્સ અને અભ્યાસક્રમમાં ફેરફાર થતાં વિદ્યાર્થીઓને નવા પુસ્તકો પણ સમયસર ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો વચ્ચે હવે પરિણામમાં વિલંબે તેમની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા પરીક્ષા નિયામક અને પરીક્ષા વિભાગના કો-ઓર્ડિનેટરોની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પરીક્ષા યોજાયા બાદ સમયસર મૂલ્યાંકન અને પરિણામ જાહેર કરવાની જવાબદારી પરીક્ષા વિભાગની છે, ત્યારે વારંવાર પરિણામમાં વિલંબ થતો હોય તો તેની જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *