સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ માટે ઝાલાવાડના વકીલો મેદાને

સૌરાષ્ટ્રને હાઈકોર્ટની અલગ બેચ ફાળવવાની માગ વર્ષો જૂની છે. સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો અને અલગ અલગ બાર એસોસિએશનના હોદેદારો દ્વારા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેચ મળે તે માટે ફરી લડતના મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના બાર એસોસિેશનના હોદેદારો, વકીલો અને અસીલોના મંતવ્ય જાણવા માટે ભાસ્કરે અલગ અલગ જિલ્લામાં જઈ આ તમામ પક્ષકારોને મત જાણવાનો પ્રયાસ કરશે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેર જિલ્લાના વકીલો સાથે વાત કરવામાં આવી હતી.અહીંના વકીલો રાજકોટને મળે તો પણ સહમત છે પરંતુ, તેઓની લાગણી છે કે, સુરેન્દ્રનગરને કંઈ ખાસ મળ્યું નથી તો આ બેંચ સુરેન્દ્રનગરમાં આવે. વકીલોએ કહ્યું- લોકોને ઝડપી ન્યાય મળે તે જરુરી છે. જે બેચ બને તેમાં ગુજરાતી ભાષાને પ્રભુત્વ આપવામાં આવે.

સૌરાષ્ટ્ર કચ્છના વકીલોની એવી રજૂઆત છે કે, દેશના મોટા રાજ્યોમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ છે. જેમ કે મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટ ઉપરાંત નાગપુર અને ઔરંગાબાદમાં સર્કિટ બેન્ચ હતી. આમ છતાં હાલમાં કોલ્હાપુરને સર્કિટ બેન્ચ આપવામાં આવી છે. આમ મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ સર્કિટ બેન્ચ છે. આ સિવાય મધ્યપ્રદેશમાં જબલપુર હાઈકોર્ટ ઉપરાંત બે સર્કિટ બેન્ચ ગ્વાલિયર અને ઈન્દોરમાં છે. રાજસ્થાનમાં જોધપુર હાઈકોર્ટ ઉપરાંત જયપુરમાં સર્કિટ બેન્ચ છે. જો આ રાજ્યોનો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળતી હોય તો ગુજરાતમાં સૌરાષ્ટ્રને સર્કિટ બેચ આપવાની માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *