સગાઈ તોડવા વકીલ મારફત નોટિસ મોકલીને ભાંડો ફૂટ્યો

રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં યુવકે ફરિયાદી મહિલાને તેની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી ત્‍યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી લગ્ન કરવા માટે વિશ્વાસ જતાવી રાજકોટ શહેરમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્‍યા હતા જો કે કોઈ કારણોસર યુવકે છેલ્લે લગ્નની ના પાડી દઇ સગાઇ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ એસીપી આર એસ બારીઆએ જણાવ્યું હતું કે, ગત તારીખ 23 જૂનના રોજ રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે તાલાલાના મુળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં અવધ બટુકભાઈ ગોહિલ (ઉ.વ.25) સામે લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસ દ્વારા આરોપી અવધ ગોહિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી અવધ અને ફરિયાદી યુવતીને સામાજિક પ્રસંગોમાં એક બીજા સાથે ઓળખાણ થઇ હતી અને બન્ને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. ગઈ તારીખ 18.10.2025ના રોજ આરોપી અવધ ગોહિલ સાથે સંપર્કમાં આવ્યા બાદ આરોપી અવધની વાતોમાં આવી ભોગબનનાર યુવતિએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી અને અવધ ગોહિલ સાથે ફરિયાદી યુવતિની સગાઈ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *