વિજયએ 2024ની ફિલ્મમાં જ આપી દીધો હતો ‘CM’ બનવાનો સંકેત; કારની નંબર પ્લેટ વાઇરલ

તમિલ એક્ટર વિજયે તમિલનાડુની રાજનીતિમાં હીરોની જેમ એન્ટ્રી કરી છે. તેમની પાર્ટી TVK એ 234માંથી 108 બેઠકો પર જીત મેળવી છે. આ દરમિયાન વિજયની ફિલ્મ GOATનો એક સીન સોશિયલ મીડિયા પર વાઇરલ છે. ફિલ્મના એક સીનને તેમના CM પ્લાન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

ફિલ્મની વાઇરલ ક્લિપમાં વિજય એક કાર ચલાવતા જોવા મળી રહ્યો છે, જેની નંબર પ્લેટ પર ‘TN 07 CM 2026’ લખેલું દેખાય છે. હવે લોકોનું માનવું છે કે ફિલ્મમાં બતાવેલો આ નંબર વિજયના 2026માં તમિલનાડુના મુખ્યમંત્રી બનવા તરફનો ઈશારો હતો.

વિજયે ફેબ્રુઆરી 2024માં પોતાની પાર્ટી TVK લોન્ચ કરી હતી. તેના કેટલાક મહિનાઓ પછી 5 સપ્ટેમ્બર 2024 ના રોજ GOAT (ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) રિલીઝ થઈ હતી.

ફિલ્મમાં વિજય સાથે કામ કરી ચૂકેલા એક્ટર પ્રેમગી અમરેને પણ પહેલા કહ્યું હતું કે વિજય 2026માં તમિલનાડુના મુખ્યમંત્રી બનશે. તેમણે 2024માં કહ્યું હતું કે હું 2026માં તેમને વોટ આપીશ. રાહ જુઓ, વિજય મુખ્યમંત્રી બનશે.

જ્યોતિષે પણ જીતની ભવિષ્યવાણી કરી હતી

સેલિબ્રિટી અને રાજકીય જ્યોતિષ રાધાન પંડિતે પણ વિજયની જીતની ભવિષ્યવાણી કરી હતી. રાધાન પંડિત વિજયના આધ્યાત્મિક ગુરુ (સ્પિરિચ્યુઅલ મેન્ટર) માનવામાં આવે છે. તેમણે ઘણા જાહેર કાર્યક્રમો અને ઓનલાઈન વીડિયોમાં વિજયની કુંડળીને ‘સુનામી’ ગણાવી હતી. એટલે કે એવી અસર જે તમિલનાડુના રાજકારણમાં મોટી લહેર પેદા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *