વાયબ્રન્ટ રિજનલ સમિટમાં ડિફેન્સ એકસ્પોનું સંચાલન કરશે લઘુ ઉદ્યોગ ભારતી

રાજકોટમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહ દરમિયાન યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને વ્યાવસાયિક વિકાસને નવી ઉડાન મળે તેવી આશા સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને વેપારીઓમાં આ સમિટને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વાયબ્રન્ટમાં લઘુઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર દ્વારા બે મહત્ત્વના સેમિનાર થકી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અગત્યનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ડિફેન્સ એકસ્પોનું પણ ખાસ સંચાલન કરવામાં આવશે. ડિફેન્સ એક્સ્પો અને કોન્ફોરન્સમાં ભાગ લેવા માટે ટાટા, L&T સહિત 10થી વધુ નામાંકિત કંપનીઓ તેમજ ડિફેન્સના અફસરો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લેનાર છે. જેને લઇ તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

લઘુઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ વિવિધ ક્ષેત્રમાં ડેવલોપ થઇ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઓની શક્તિ વાયબ્રન્ટ સમિટમાં પ્રદર્શિત કરવાથી દુનિયા સમક્ષ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની તાસીર અહીં ઉજાગર થશે. દેશ વિદેશના લોકો મોટી મોટી કંપનીઓ રેલવે અને ડિફેન્સ વિભાગના અધિકારીઓ આવી રહ્યા છે. આવતા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગમાં ખુબ મોટો બદલાવ ચોક્કસ જોવા મળશે. આનાથી ખુબ મોટો વ્યવસાય મળશે અને ખુબ મોટું સૌરાષ્ટ્રનું ડેવલોપમેન્ટ થશે તેવો મને વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *