વરસાદના વિઘ્ન વચ્ચે પણ ભારતે ખડક્યો 460 રનનો પહાડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 9 વિકેટે 460 રન બનાવી લીધા છે. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના આજના દિવસની રમતને આગળ વધારી શકે કે નહીં એ નક્કી નહીં. કારણ કે ટીમ ઈન્ડિયા ઓવરનાઇટ ડિક્લેરેશન કરી શકે છે.

પહેલી ટેસ્ટના બીજા દિવસમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. મેચમાં સાડા ચાર કલાકના વિલંબ પછી શરૂ થઈ હતી. બીજા દિવસે માત્ર 43 ઓવરની જ રમત રમાઈ હતી.

દેવદત્ત પડિકલે 167 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયા તરફથી દેવદત્ત પડિકલે 230 બોલમાં 167 રન ફટકાર્યા હતા. તેની આ શાનદાર ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તેણે પોતાની ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *