જો તમે કોઈ અડચણ વિના ઘરેલું LPG સિલિન્ડર મેળવવા માગો છો, તો આધાર આધારિત e-KYC પૂર્ણ કરવા માટે આજે તમારી પાસે છેલ્લી તક છે. એટલે કે આજે રાત્રે 12 વાગ્યા પછી e-KYC ન કરાવનારા ગ્રાહકોને સિલિન્ડર માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
આટલું જ નહીં, બુકિંગ અટકી શકે છે અને ઉજ્જવલા કનેક્શન ધરાવતા લોકોની સબસિડી પણ બંધ થઈ શકે છે. આ નિયમ જૂના અને નવા, બંને ગ્રાહકોને લાગુ પડશે.
જોકે, e-KYC ની ડેડલાઇન હજુ નક્કી નથી. આ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કરી શકાય છે, પરંતુ લાંબા સમય સુધી e-KYC ન કરાવવા પર કનેક્શન બ્લોક પણ થઈ શકે છે.
ઇન્ડિયન ઓઇલ સહિતની તમામ મુખ્ય તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને સબસિડીવાળા દરે સિલિન્ડરનો પુરવઠો ચાલુ રાખવા માટે આજ 16 ઓગસ્ટ 2026 સુધીમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઇ-કેવાયસી (e-KYC) કરાવવું ફરજિયાત છે. આજે તેનો છેલ્લો દિવસ છે.