વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે

ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં છે.

ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે.

ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા

ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનને એકસાથે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો સામેલ છે. તેમની સાથે જ ક્વોલિફાયર મુકાબલાઓ દ્વારા આવનારી એક ટીમ ગ્રુપ-Aને પૂર્ણ કરશે.

બીજી તરફ ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મુકાબલાઓમાંથી આવશે.

ભારત પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપ ટાઉનમાં રમશે. 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ કાંગારૂઓએ જ ટીમને હરાવી હતી. ત્યાર બાદ ટીમ 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જોહાનિસબર્ગમાં રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *