ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારથી શરૂ થનારી 3 વન-ડે મેચની સિરીઝમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ રમશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બંનેએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તેઓ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.
તાજેતરમાં યોજાયેલા IPL દરમિયાન રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા બેક સ્પાઝમના કારણે હેરાન હતો. બન્ને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા.
રોહિત-હાર્દિકને વન-ડે સિરીઝ માટે ફિટનેસને રિપોર્ટ આવે તે રીતે ટીમમાં સામેલ કર્યા હતા. હવે BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)એ બંનેને ફિટનેસ ક્લિયરન્સ આપી દીધું છે
વિરાટ કોહલી હેમસ્ટ્રિંગના કારણે ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે. IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતી વખતે તેની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.
સ્ક્વોડની જાહેરાત સમયે BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકરે જણાવ્યું હતું કે કોહલીની રિકવરીનો ચોક્કસ સમય હજુ નક્કી નથી. ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ સુધી તે ફિટ થઈ શકે છે, પરંતુ તે પાક્કું નથી.
કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલને અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે.