રેસકોર્સના મેદાનમાં આજે સાંજે થશે ભવ્ય આતશબાજી

રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહાનગરપાલિકા દ્વારા આજે સાંજે ભવ્ય આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ આતશબાજી કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે.

દિવાળીના તહેવારોના અનુસંધાને બુધવારે ધનતેરસના શુભ દિવસે સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ‘આતશબાજી’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાહેર જનતા આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *