રેલવે ટ્રેક પર પાણી ભરાતા 4 ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા ઈસ્ટ-વિરમગામ અને છારોડી-વિરમગામ સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રાજકોટ ડિવિઝનની રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા 26 જુલાઈ, 2026ના રોજ ચાલનારી વંદે ભારત સહિતની 4 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

ટ્રેન સેવાઓ ખોરવાતાં મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે, જે બદલ રેલવે પ્રશાસને ખેદ વ્યક્ત કર્યો છે. તંત્ર દ્વારા ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધરાયા છે. રેલવે વિભાગે તમામ મુસાફરોને વિનંતી કરી છે કે ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ (લાઈવ સ્ટેટસ) ચોક્કસ ચકાસી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *