રાશિફળ : ૦૩/૧૧/૨૦૨૬

મેષ

આજનો દિવસ થોડી અસ્થિરતા અને બેચેની ભર્યો રહી શકે છે. પરિવારમાં કોઈના વ્યવહારથી મન ઉદાસ થશે. બાળકોના અભ્યાસમાં પરેશાનીને લઈને વાતચીત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પણ અચાનક આવેલો ખર્ચ ચિંતા વધારશે. વેપારમાં કોઈ એગ્રીમેન્ટ આગળ નહીં વધી શકે. સંબંધી સાથે વાતચીત બંધ હોવાની કસક પરેશાન કરશે. હિંમત જાળવી રાખો, પરિસ્થિતિઓ ધીમે-ધીમે બહેતર થશે.

કરિયર: આજે કામમાં દબાણ અને અનિશ્ચિતતા બનેલી રહેશે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકોને તીખી ટીકાનો સામનો કરવો પડી શકે છે. કળા ક્ષેત્રના લોકોને પોતાની ક્ષમતાને લઈને શંકા થઈ શકે છે. વાણિજ્યમાં મામૂલી આર્થિક નુકસાનની આશંકા રહેશે. નોકરીયાતો વરિષ્ઠો સાથે અસંમતિનો અનુભવ કરશે. ફ્રીલાન્સરને ક્લાયન્ટ તરફથી પ્રતિક્રિયા મળવામાં વિલંબ થશે.

લવ: પ્રેમ સંબંધોમાં શંકા અને અસુરક્ષાની ભાવના ઊંડી થઈ શકે છે. પાર્ટનરનું મૌન ઉદાસી વધારશે. અવિવાહિતોને કોઈના ઈનકારથી દુઃખ પહોંચશે. પરિણિત લોકો વચ્ચે જૂના મુદ્દાઓ પર વિવાદ થઈ શકે છે. કોઈ અધૂરી આશાનું દર્દ આજે વધુ ઊંડું અનુભવાશે. પાર્ટનરના શબ્દો વાગી શકે છે અને મન બેચેન રહી શકે છે. કમ્યુનિકેશન ગેપ જ મુખ્ય પરેશાની બની શકે છે.

સ્વાસ્થ્ય: હાથમાં નબળાઈ કે ધ્રુજારીનો અનુભવ થઈ શકે છે. શરીરમાં ઊર્જાની કમી અનુભવાશે, કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. સ્નાયુઓમાં ખેંચાણ રહેશે. આરામ અને શાંત વાતાવરણ આવશ્યક રહેશે.

લકી કલર: પર્લ વ્હાઈટ

લકી નંબર: 6


વૃષભ – Nine of Wands

આજનો સમય ધીરજ તથા પડકારોનું પરીક્ષણ કરશે. પરિવારમાં કોઈ સભ્યની હઠ વાતાવરણમાં તણાવ વધારી શકે છે. વડીલની તબિયત પર વિશેષ દેખરેખની આવશ્યકતા રહેશે. ગૃહિણીઓ સામે ઘરેલું કામ અચાનક વધી શકે છે. આર્થિક સ્થિતિ અસ્થિર નહીં થાય, પણ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વેપારમાં પહેલાથી ચાલી આવતી અડચણ કાયમ રહેશે. પરિવારમાં કોઈ અડધું-અધૂરું કામ પરેશાની ઊભી કરી શકે છે. સંયમ અને સતર્કતાથી હાલાત ધીમે-ધીમે નિયંત્રણમાં આવશે.

કરિયર: મેનેજમેન્ટ ક્ષેત્રમાં અધૂરી યોજનાઓ ચિંતા વધારશે. કળા ક્ષેત્રના લોકોને નવી રચનામાં નવી પ્રેરણા એકઠી કરવી કઠિન લાગશે. વાણિજ્યમાં દસ્તાવેજી પ્રક્રિયામાં રુકાવટ આવી શકે છે. મેડિકલ ક્ષેત્રમાં લાંબા સમયની શિફ્ટથી થાક અનુભવાશે. વકીલોને જૂના કેસથી જોડાયેલી ગૂંચવણ સતાવશે. નોકરીયાતો પ્રમોશનમાં વિલંબથી માયૂસ થઈ શકે છે. રોકાણકારોનો ભરોસો જીતવામાં મુશ્કેલીઓ આવશે. ફ્રીલાન્સર પર સમયસીમા પૂરી કરવાનું દબાણ વધશે. આજે સતત પ્રયાસ જ આગળ વધવાનો રસ્તો બતાવશે.

લવ: પ્રેમમાં અસુરક્ષિત અનુભવી શકો છો. પાર્ટનરનો ઓછો સંવાદ મનમાં ઉદાસી લાવશે. અવિવાહિતોને પ્રિયપાત્રથી અંતરનો અનુભવ થશે. પરિણિત લોકોમાં જવાબદારીઓને લઈને તણાવ રહેશે. વાયદા પૂરા થતા નહીં દેખાય. ભાવનાઓમાં કડવાશ હાવી થશે. પાર્ટનર તરફથી અપેક્ષિત સાથ અપેક્ષા મુજબ નહીં મળે. કોઈની વાતોથી આહત અનુભવશો. સંવાદ અધૂરો રહી જવાથી મન બેચેન રહી શકે છે.

સ્વાસ્થ્ય: ગેસ અને ભારેપણું સતાવશે. સતત બેસીને કામ કરવાથી આળસ અનુભવાશે. સારું ખાવાપીવા, નિયમિત અંતરાલ પર આરામ અને હળવી સ્ટ્રેચિંગ સુધારો લાવશે.

લકી કલર: ગ્રે

લકી નંબર: 4


મિથુન – Three of Pentacles

આજનો સમય પરસ્પર સહયોગ અને મળીને કરાયેલા પ્રયાસોનો રહેશે. પરિવારમાં કોઈ કાર્ય બધા સાથે મળીને પૂરું થઈ શકે છે. બાળકો પોતાની જીજ્ઞાસા અને ઉત્સાહથી ઘરનું વાતાવરણ તાજું કરશે. આર્થિક બાબતોમાં ક્રમશઃ ઉન્નતિ થશે. વેપારમાં ભાગીદારોનો સાથ મળવાની સંભાવના છે. સંબંધીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર વાતચીત શક્ય છે. માહોલ ગંભીર પણ હશે, પણ સહયોગ તેને સહજ બનાવશે. પરિવારમાં ઘરમાં ઉત્સાહ અને આશા વધશે.

કરિયર: મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહકર્મીઓના સહયોગથી કામ પૂરું કરવામાં મદદ મળશે. કળા ક્ષેત્રમાં સમૂહ કાર્યથી સૃજનાત્મક સફળતા હાસલ થશે. વાણિજ્યમાં ભાગીદારો સાથે સંમતિ બની શકશે. વકીલોને કોઈ સહાયકનો સહયોગ કેસ મજબૂત બનાવશે. સ્વતંત્ર પ્રોફેસનલ્સ માટે નેટવર્કિંગ મહત્વપૂર્ણ રહેશે. આજે સહિયારા પ્રયાસોથી જ બહેતર પરિણામો મળી શકે છે.

લવ: પ્રેમમાં સહયોગ અને ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થશે. પાર્ટનર તમારા વિચારોનું સન્માન કરશે. અવિવાહિતોને મિત્રોના સહયોગથી નવો સંબંધ મળી શકે છે. નાની-નાની વાતો સંબંધોને મજબૂત કરશે. સંવાદ સરળ રહેશે અને મનને સુકૂન મળશે. પ્રેમમાં સાદગી અને વિશ્વાસ ભાવનાત્મક નિકટતા વધારશે. સંબંધોમાં સહજતા જળવાઈ રહેશે.

સ્વાસ્થ્ય: આંખોમાં બળતરા કે પાણી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. યોગ અને હળવી કસરત શરીરને સંતુલિત રાખશે. સંતુલિત આહાર અને સમયસર ભોજનથી પાચન સુધરશે. પગમાં હળવો થાક અનુભવાઈ શકે છે.

લકી કલર: સ્કાય બ્લૂ

લકી નંબર: 2


કર્ક – Seven of Swords

આજનો સમય સૂક્ષ્મ દ્રષ્ટિ અને સતર્કતાનો છે. ઘરમાં કોઈ સભ્યનો બદલાયેલો વ્યવહાર વિચારવા મજબૂર કરશે. કામમાં મદદ ન મળવાનો અહેસાસ થશે. આર્થિક બાબતોમાં છુપાયેલો ખર્ચ પરેશાની આપશે. વેપારમાં કોઈ ભાગીદાર પોતાની દાનત છુપાવી શકે છે. પરિવારમાં સંવાદ અધૂરો રહેશે જેનાથી અસમંજસ ઊંડું થઈ શકે છે. સંબંધીઓથી જોડાયેલા કોઈ અણધાર્યા સમાચાર માહોલને ગંભીર બનાવી દેશે. આજે સાવચેતી અને ધીરજ જ સૌથી મોટો સહારો રહેશે.

કરિયર: છુપાયેલી અડચણો સામે આવી શકે છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહકર્મીની દાનત પર શંકા થશે. કળા ક્ષેત્રમાં તમારો વિચાર કોઈ અન્ય દ્વારા અપનાવવામાં આવી શકે છે. વાણિજ્યમાં કાગળિયાના કામમાં ભૂલનો ડર રહેશે. મેડિકલ વ્યવસાયમાં કોઈ રિપોર્ટને ફરીથી તપાસવો પડશે. વકીલોને વિરોધી પક્ષ તરફથી અણધાર્યા સવાલો મળી શકે છે. નોકરીયાતોને વરિષ્ઠોની નજર પરખતી હોય તેવો અનુભવ થશે.

લવ: પ્રેમમાં ભરોસાની કસોટી પર સંબંધ પરખાશે. પાર્ટનરની વાતોથી શંકા પેદા થઈ શકે છે. અવિવાહિતોને કોઈ પ્રિયજનનો બદલાતો વ્યવહાર અસમંજસમાં મૂકી શકે છે. પરિણિત લોકો વચ્ચે કોઈ છુપાયેલી નારાજગી સપાટી પર આવી શકે છે. ભાવનાઓ ઊંડી હશે પણ ખૂલીને વાત કરવી મુશ્કેલ બનશે. પાર્ટનરથી જોડાયેલા પ્રશ્નો વારંવાર મનમાં ઊઠશે. ગેરસમજોને સમય રહેતા દૂર કરો.

સ્વાસ્થ્ય: હાથ-પગમાં નબળાઈ અને હળવી ધ્રુજારી અનુભવાશે. બ્લડ પ્રેશર અસ્થિર થઈ શકે છે. વારંવાર હૃદયના ધબકારા ઝડપી અનુભવાઈ શકે છે. સંતુલિત આહાર, પાણીની પૂરતી માત્રા અને હળવી કસરતથી આરામ અનુભવાશે.

લકી કલર: ટરક્વોઈઝ

લકી નંબર: 4


સિંહ – Page of Swords

આજનો સમય સવાલ પૂછવાનો અને સાવધાન રહેવાનો સંકેત આપે છે. ઘરમાં કોઈ નાના સભ્યની હિલચાલ સૌનું ધ્યાન ખેંચશે. વડીલોની કોઈ જૂની વાત પર નવી વાતચીત શક્ય છે. બાળકો પોતાની જિદ્દથી માહોલમાં હળવી ખટપટ લાવી શકે છે. આર્થિક સ્થિતિમાં નાનો ખર્ચ વધી શકે છે. વેપારમાં નવી માહિતી ગૂંચવણ પેદા કરી શકે છે. પરિવારમાં કોઈ વાત અડધી-અધૂરી રહી જવાથી શંકાની સ્થિતિ પેદા થશે. સાવચેતી અને ધીરજથી જ દિવસને સંતુલનમાં રાખી શકાય છે.

કરિયર: કાર્યક્ષેત્રમાં સવાલ-જવાબ અને નવા પ્રયોગો કરવામાં આવશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં વરિષ્ઠ અણધાર્યા પ્રશ્નો પૂછી શકે છે. કળા ક્ષેત્રમાં ટીકા પ્રેરણા અને દબાણ બંને આપશે. વાણિજ્યમાં નવા કાગળો વાંચવા આવશ્યક રહેશે. મેડિકલ વ્યવસાયમાં રિપોર્ટનું અસામાન્ય પરિણામ વિશેષ રૂપે ધ્યાનમાં આવશે. નોકરીયાત જાતકોએ અસાઈનમેન્ટમાં બારીકીઓ પર ધ્યાન આપવું પડશે. જીજ્ઞાસા જ આજે સફળતા સુધી પહોંચવામાં મદદ કરશે.

લવ: પ્રેમમાં અસમંજસ બનેલું રહેશે. પાર્ટનર વારંવાર તમારી વાતોની ચકાસણી કરશે. અવિવાહિતોને પ્રિયપાત્રથી સ્પષ્ટ જવાબ નહીં મળે. પરિણિત લોકો વચ્ચે જૂના વિષય પર નવી બહસ છડી શકે છે. ભાવનાત્મક અપેક્ષાઓ પૂરી ન થવાથી મન ઉદાસ રહેશે. પાર્ટનરના હાવભાવ વારંવાર શંકા પેદા કરશે. નવા સંબંધોમાં પ્રારંભિક સંકોચ અને અંતર બનેલું રહી શકે છે.

સ્વાસ્થ્ય: પાચન ધીમું રહેશે જેનાથી ભારેપણું સતાવશે. વારંવાર માથામાં હળવો દુખાવો પરેશાન કરશે. ઊંઘ અધૂરી રહેશે અને શરીર પર સુસ્તી છવાશે. અચાનક નબળાઈ કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે.

લકી કલર: લવન્ડર

લકી નંબર: 2


કન્યા – Knight of Pentacles

આજનો સમય નિયમિતતા અને શિસ્ત મુખ્ય રહેશે. પરિવારમાં અડધા-અધૂરા કામ ક્રમશઃ સંપન્ન થશે. બાળકો પોતાની જવાબદારી સમજવા લાગશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ મોટા ખર્ચ ટાળવા એ સમજદારીભર્યું પગલું હશે. વેપારમાં ક્રમશઃ ઉન્નતિ થશે. પરિવારમાં કોઈના ગંભીર સ્વભાવથી માહોલ શાંત પણ દબાણયુક્ત લાગશે. આજનો સમય ઉતાવળ છોડીને ધીરજથી કામ કરવાનો છે. સાતત્ય અને શિસ્ત સફળતાનો પાયો હશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં સતત મહેનત અને સમર્પણ મહત્વપૂર્ણ રહેશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં નાના-નાના કામો પર ખાસ સાવચેતી રાખવી પડશે. કળા ક્ષેત્રમાં ધીરજપૂર્વક રચના પૂરી થશે. વાણિજ્ય ક્ષેત્રમાં ધીમે-ધીમે લાભની સંભાવના બનશે. વકીલોને કેસમાં લાંબી સુનાવણીમાંથી પસાર થવું પડી શકે છે. નોકરીયાત લોકોએ વરિષ્ઠોના ભરોસા પર વિશ્વાસ બનાવી રાખવો પડશે.

લવ: પ્રેમમાં ગંભીર વલણ દેખાશે. પાર્ટનર તમારી ધીરજની કદર કરશે. અવિવાહિતોને સંબંધ આગળ વધારવામાં સમય લાગી શકે છે. પરિણિત લોકોમાં જવાબદારીઓને લઈને ચર્ચા થશે. સંબંધોમાં ભરોસો ક્રમશઃ મજબૂત થશે. પાર્ટનરથી જોડાયેલી અપેક્ષાઓ પૂરી થશે પણ સમય લઈને. પ્રેમમાં જલ્દી નહીં, પણ સંયમ અને સ્થિરતા લાભદાયી નીવડશે. સંબંધોમાં ઈમાનદારી ધીમે-ધીમે ઊંડાણ લાવશે. નાના પ્રયાસો પણ સારા પરિણામ આપશે.

સ્વાસ્થ્ય: શરીરમાં લવચીકપણું ઓછું લાગશે. કામના બોજથી ઊર્જા ધીમે-ધીમે ઘટી શકે છે. વારંવાર આરામની આવશ્યકતા રહેશે. હળવી સ્ટ્રેચિંગ અને સંતુલિત આહાર મદદ કરશે. સમયસર ભોજન અને યોગ્ય ઊંઘ સ્વાસ્થ્યમાં સુધારો લાવશે.

લકી કલર: ડાર્ક બ્રાઉન

લકી નંબર: 8


તુલા – Page of Pentacles

આજનો સમય નવી વાતો શીખવાનો અને પ્રયોગ કરવાનો મોકો આપશે. ઘરમાં કોઈ નાની સફળતાથી ઉમંગ વધશે. ગૃહિણી કોઈ નવું કૌશલ્ય અપનાવીને ઘરનો માહોલ બદલી શકે છે. આર્થિક બાબતોમાં મામૂલી ફાયદો મળી શકે છે. વેપારમાં નવી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. પરિવારમાં કોઈ નવા સભ્ય કે સંબંધી સાથે મુલાકાતનો મોકો પ્રાપ્ત થશે. વાતાવરણ સહજ અને આશાઓથી ભરેલું રહેશે. દિવસ નવી શરૂઆત તથા શીખવાનો સમય છે.

કરિયર: નવી દિશા શોધવાનો મોકો પ્રાપ્ત થશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં વરિષ્ઠ નવી જવાબદારી સોંપી શકે છે. કળા ક્ષેત્રમાં કોઈ નવો વિચાર આકાર લેશે. વાણિજ્ય ક્ષેત્રમાં નાના સોદા આત્મવિશ્વાસ આપશે. મેડિકલ વ્યવસાયમાં નવા અનુભવોથી શીખવા મળશે. વકીલોને કેસમાં મહત્વપૂર્ણ ક્લોઝ પર ધ્યાન મળશે. નોકરીયાતોને નવો પ્રોજેક્ટ સોંપાશે. ફ્રીલાન્સરને નવો ક્લાયન્ટ મળશે. પ્રયોગશીલતા ફાયદાકારક રહેશે.

લવ: પ્રેમ સંબંધોમાં ઉત્સાહ અને જાણવાની ઈચ્છા બનેલી રહેશે. પાર્ટનર તમારા વિચારોનું સન્માન કરશે. અવિવાહિતોને નવો સંબંધ જોડાવાનો સંકેત મળશે. સંબંધોમાં નવી સમજ અને સાદગી ઝળકશે. ભાવનાત્મક જોડાણ સમય સાથે ઊંડું થશે. નાના-નાના ક્ષણો ખાસ લાગશે. પાર્ટનરથી જોડાયેલું કોઈ નવું પાસું આકર્ષિત કરશે. સંવાદ હળવો પણ અર્થપૂર્ણ હશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ કઈંક નાની સમસ્યાઓ ચિંતામાં મૂકી શકે છે. ઢૂંચણમાં દુખાવો કે જડતાની સમસ્યા દેખાઈ શકે છે. હાથમાં નબળાઈ કે થાક અનુભવાશે. યોગ અને ધ્યાન માનસિક શાંતિ આપશે.

લકી કલર: પેસ્ટલ પિંક

લકી નંબર: 6


વૃશ્ચિક – Ace of Swords

આજનો સમય સ્પષ્ટ સોચ અને નિર્ણાયક પગલાંનો રહેશે. ઘરમાં કોઈ જટિલ મુદ્દા પર નિર્ણાયક ફેસલો લેવો પડશે. કોઈ કામમાં સચોટ નિર્ણય પરિવારને રાહત આપશે. ગૃહિણી ઘરથી જોડાયેલી કોઈ મોટી યોજનાનો આરંભ કરશે. આર્થિક બાબતોમાં વિવેકપૂર્ણ પગલાં લાભ અપાવશે. વેપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આગળ વધારશે. સંબંધીઓ સાથે બાકી રહેલા વિષય પર ઉકેલ નીકળી શકે છે. વિવેક, તર્ક અને ધીરજ મળીને પરિસ્થિતિઓને સંતુલિત બનાવશે.

કરિયર: વિચારી-સમજીને લીધેલા ફેસલા કામયાબી આપશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવી નીતિ લાગુ કરવાનો મોકો પ્રાપ્ત થશે. કળા ક્ષેત્રના લોકો કોઈ પ્રયોગથી ચર્ચામાં આવશે. વાણિજ્ય ક્ષેત્રમાં સાચા આંકડા મોટો નિર્ણય અપાવી શકે છે. વકીલોને કેસમાં મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે. નોકરીયાતોને વરિષ્ઠોની પ્રશંસા મળશે.

લવ: પ્રેમ સંબંધોમાં આજે વાતચીતમાં સ્પષ્ટવક્તાપણું બનેલું રહેશે. પાર્ટનર સાથે મનની ઊંડાણ શેર કરવાનો મોકો પ્રાપ્ત થશે. પરિણિત લોકો વચ્ચે કોઈ વિષય પર સ્પષ્ટ ચર્ચા થશે. ભાવનાઓને છુપાવવાને બદલે ખૂલીને કહેવાનો સમય છે. સંબંધોમાં ઈમાનદારી આજે સૌથી મોટો સહારો હશે. પાર્ટનર તમારા નિર્ણયોના વખાણ કરશે. જૂના મનદુઃખ દૂર થઈ શકે છે. સંબંધોમાં નવા સિરેથી આરંભ શક્ય છે.

સ્વાસ્થ્ય: માથાનો દુખાવો અને ચક્કરની સમસ્યા ઊભરી શકે છે. યોગ, ધ્યાન અને સાદો આહાર આવશ્યક રહેશે. આરામને પ્રાથમિકતા આપો. સમયસર દવા અને સાચી જીવનશૈલી અપનાવવાથી આરામ અનુભવાશે.

લકી કલર: એપ્રિકોટ

લકી નંબર: 1


ધન – Page of Wands

આજનો સમય નવીન સોચ અને ઉમંગ લઈને આવશે. ઘરમાં કોઈ અણધાર્યા સમાચાર સૌને ખુશી આપી શકે છે. વડીલોની સલાહ પરિવારને આગળનો રસ્તો બતાવશે. બાળકોની કોઈ સિદ્ધિ વાતાવરણમાં ખુશી લાવશે. આર્થિક સ્થિતિમાં મામૂલી ફાયદો પણ ઉત્સાહ વધારશે. વેપારમાં નવી યોજનાનો આરંભ શક્ય છે. પરિવારમાં કોઈ નજીકના સ્વજનની યાત્રાની ચર્ચા થશે. સંબંધોમાં પોતાપણું અને નવતરપણું અનુભવાશે. દિવસમાં નાની ઘટનાઓ પણ પ્રેરિત કરશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં રચનાત્મકતા અને નવી તકો મળશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં ટીમને નવી દિશા આપવાનો મોકો પ્રાપ્ત થશે. અધ્યાપન ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ સાથે નવી પદ્ધતિ અજમાવી શકાય છે. કળા ક્ષેત્રના લોકો પોતાની પ્રતિભાથી ચર્ચામાં આવશે. મેડિકલ વ્યવસાયમાં નવી ટેકનિક શીખવાનો મોકો પ્રાપ્ત થશે. વકીલોને તર્ક રજૂ કરવાની નવી રીત ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોને નવો પ્રોજેક્ટ સોંપાઈ શકે છે.

લવ: પ્રેમ સંબંધોમાં આજે નવા આરંભના સંકેતો છે. પાર્ટનર તમારા વિચારોથી પ્રભાવિત રહેશે. અવિવાહિત લોકોને કોઈ અજાણ્યા સાથે ભાવનાત્મક જોડાણ શક્ય છે. મિત્રતામાં નવી યાદો જોડાઈ શકે છે. પ્રેમમાં નાના-નાના પળોથી ખુશી અનુભવાશે. નવા સંબંધો સમય સાથે મજબૂત થશે. ઉત્સાહ અને સહજતાથી સંબંધોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્ય: ત્વચા પર હળવી ખંજવાળ કે લાલાશની સમસ્યા થઈ શકે છે. શરીરની ઊર્જા ઝડપી હશે પણ કામ વધુ કરવાથી નબળાઈ આવી શકે છે. યોગ અને પ્રાણાયામથી આરામ અનુભવાશે.

લકી કલર: રેડ

લકી નંબર: 9


મકર – The Sun

આજનો સમય ખુશી અને આત્મવિશ્વાસ લઈને આવશે. પરિવારમાં કોઈ સભ્યની સફળતાથી ખુશીનો માહોલ છવાઈ જશે. બાળકો પોતાની પ્રતિભા બતાવીને ગર્વનો અનુભવ કરાવશે. આર્થિક બાબતોમાં નાનો લાભ રાહત આપશે. વેપારમાં સ્થિરતાના સારા સંકેતો દેખાશે. સંબંધીઓથી જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘરનું વાતાવરણ ખુલ્લું અને આણંદિત રહેશે. આત્મવિશ્વાસ સાથે ઉઠાવાયેલું પગલું કામયાબીની નજીક લઈ જશે. દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે.

કરિયર: કામયાબીની તકો મળી શકે છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં તમારા નિર્ણયો સરાહવામાં આવશે. કળા ક્ષેત્રના લોકો પોતાની પ્રતિભાથી અલગ ઓળખ બનાવી શકશે. વાણિજ્ય ક્ષેત્રમાં સોદા ફાયદો પહોંચાડશે. વકીલોને અદાલતમાંથી સુકૂન આપનારા સમાચાર મળી શકે છે. નોકરીયાતોને પ્રમોશન કે વરિષ્ઠોની પ્રશંસા મળશે. તકોને ઓળખવી લાભદાયી નીવડશે.

લવ: પ્રેમમાં પોતાપણું અને ભાવનાત્મક ઊંડાણ વધશે. પાર્ટનર તમારી વાતોને પૂરૂં સન્માન આપશે. પરિણિત લોકો વચ્ચે પોતાપણું અને સહજતા સંબંધને વધુ પાકો બનાવશે. મિત્રતામાં પ્રસન્નતા તથા પોતાપણું વધશે. ભાવનાઓ સત્ય સાથે જોડાશે. પાર્ટનરથી જોડાયેલું કોઈ સરપ્રાઈઝ દિલને પ્રસન્ન કરશે. પ્રેમ જીવનમાં ઉત્સવ અને આણંદનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્ય: માનસિક રીતે પ્રસન્નતા બનેલી રહેશે. કસરત અને હળવા તડકામાં સમય વિતાવવો લાભદાયી નીવડશે. સ્વાસ્થ્યમાં સારા પરિવર્તનો દેખાશે. મન અને તન બંને ઊર્જાવાન રહેશે.

લકી કલર: નિયોન ગ્રીન

લકી નંબર: 5


કુંભ – Ten of Swords

આજના સમયે જૂની પરેશાનીઓ અને માનસિક થાકનો અનુભવ થઈ શકે છે. ઘરમાં કોઈ વિવાદનો પ્રભાવ હજુ પણ બનેલો રહી શકે છે. વડીલોની નારાજગી માહોલને ગંભીર બનાવી શકે છે. કાર્યભાર વધુ લાગશે અને મન પર ભાર અનુભવાશે. આર્થિક બાબતોમાં અગાઉની ભૂલોની યાદ પરેશાન કરશે. વેપારમાં જૂની યોજના સમાપ્ત થઈને નવો રસ્તો શોધવો પડશે. પરિવારમાં સંવાદ અધૂરો રહેશે. સંબંધીઓથી અંતર મનને સાલી શકે છે.

કરિયર: મેનેજમેન્ટ ક્ષેત્રમાં કોઈ યોજનાની નિષ્ફળતા નિરાશા આપશે. અધ્યાપન ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની બેરૂખી નિરાશ કરી શકે છે. કળા ક્ષેત્રના લોકો પોતાના પ્રયાસનું મૂલ્ય ન મળવાથી માયૂસ થશે. વાણિજ્ય ક્ષેત્રમાં ભાગીદારી તૂટી શકે છે. વકીલોને કેસમાં પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાતોને વરિષ્ઠોથી ટીકાઓ સાંભળવી પડી શકે છે. ફ્રીલાન્સરનો ક્લાયન્ટ કરાર અટકી શકે છે.

લવ: પ્રેમમાં આજે મનદુઃખ અને અંતર બનેલા રહી શકે છે. પાર્ટનરની બેરૂખી દિલ દુભાવશે. અવિવાહિતને પ્રિયપાત્રથી નકારાત્મક પ્રતિક્રિયા મળી શકે છે. મિત્રતામાં મૌન અને બેરૂખી અનુભવાશે. ભાવનાઓમાં ઈજાનો અનુભવ થશે. સંબંધોમાં ઈમાનદારી અને ધીરજ જ ઈલાજ બનશે. સંબંધોને લઈને અચાનક નિર્ણય ન લો. મનમાં એકલતાનો અહેસાસ વધશે.

સ્વાસ્થ્ય: નસોમાં નબળાઈ સાથે સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. ઊંઘ અધૂરી રહેશે જેનાથી આળસ અનુભવાશે. રક્તચાપ અસ્થિર રહી શકે છે. હૃદયના ધબકારા ઝડપી લાગી શકે છે. માનસિક તણાવ શરીરની શક્તિ ઓછી કરી શકે છે.

લકી કલર: બ્લેક

લકી નંબર: 8


મીન – Three of Wands

આજનો સમય આશા તથા નવી યોજનાઓનો સંકેત આપશે. ઘરમાં દૂરની યાત્રાને લઈને વાતચીત શક્ય છે. વડીલોનો અનુભવ ભવિષ્યની યોજનાઓમાં રાહ બતાવશે. બાળકો કોઈ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સાહ દર્શાવશે. આર્થિક બાબતોમાં નવી સંભાવનાઓ નજરે આવશે. વેપારમાં વિદેશી સંપર્કોથી ફાયદાની સંભાવના બનશે. કોઈ આયોજનની તૈયારી સૌને વ્યસ્ત રાખશે.

કરિયર: આજે નવા રસ્તા ખુલશે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો વિદેશથી જોડાયેલા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે. અધ્યાપન ક્ષેત્રમાં કોઈ નવી ટેકનિકનો ઉપયોગ થશે. કળા ક્ષેત્રમાં તમારી રચના દૂર સુધી પ્રશંસા મેળવી શકે છે. વાણિજ્ય ક્ષેત્રમાં બહારથી નવો વ્યાવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. મેડિકલ વ્યવસાયમાં કોઈ નવા સંશોધન સાથે જોડાવાનો મોકો મળશે. વકીલોને બહારના સ્ત્રોતથી મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી શકે છે. નોકરીયાતોને ટ્રાન્સફરની તક મળી શકે છે.

લવ: પ્રેમમાં નવા રસ્તા સામે આવી શકે છે. પાર્ટનર સાથે મળીને ભવિષ્યની યોજનાઓને લઈને વાતચીત થશે. અવિવાહિતોને દૂરના સ્થળેથી સંબંધ જોડાવાનો પ્રસ્તાવ મળી શકે છે. સંબંધોમાં નવો ઉત્સાહ અને આશા જાગશે. પાર્ટનરનો સહયોગ હિંમત વધારશે. સંબંધોમાં આજે ખુલ્લા વિચારો અને યોજનાઓ ઊંડાણ લાવશે. નવા પરિચય જીવનમાં ઉમંગ પેદા કરશે.

સ્વાસ્થ્ય: હવામાનના કારણે ખાંસી ચિંતામાં મૂકી શકે છે. ઊંઘ અધૂરી રહેશે. વોટર બેલેન્સ રાખવું આવશ્યક રહેશે. સમયસર ભોજન અને આરામથી સુધારો શક્ય બનશે.

લકી કલર: પીચ

લકી નંબર: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *