સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલેના લગ્નમાં રાજનીતિ, બિઝનેસ ઉપરાંત બોલિવૂડના ઘણા મોટા સેલિબ્રિટી સામેલ થયા હતા. આ ખાસ અવસરે ‘કિંગ ખાન’એ દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. જ્યારે રાધિકા અને નીતા અંબાણીએ અમિતાભ બચ્ચન સાથે ગપાટા માર્યાં હતાં.
NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારના દીકરી અને સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલે સારંગ લાખાની સાથે 20 જૂને લગ્નના બંધનમાં બંધાઈ. સુલે પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે અંબાણી પરિવાર સહિતના બિઝનેસમેન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રણબીર કપૂર, સલમાન ખાન, શાહરુખ ખાન સહિતના બોલિવૂડ સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. લગ્ન સમારોહના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.