રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી હોટ શહેર

રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ હોટ સિટી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાયા હતા. તો બીજી તરફ 26મી એપ્રિલે રાજ્યના સંભવિત તાપમાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ યાજ્ઞિકે કરેલી આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને હાલની ગરમી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *