રાજકોટ શહેર-જિલ્લામાં 6 અકસ્માત ઝોન, અહીં વાહન સંભાળીને ચલાવજો!

રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ પાસેથી પસાર થાવ તો વાહન જાળવીને ચલાવજો! કારણ કે, ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે.

રાજકોટ RTOના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, રાજકોટ શહેર અને રૂરલ વિસ્તારમાં અલગ-અલગ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવતા હોય છે. સિટી વિસ્તારમાં રોડ બનાવતી એજન્સી, RTO અને પોલીસની જોઈન્ટ કમિટી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા અને રૂરલ વિસ્તારમાં કલેક્ટર દ્વારા બ્લેક સ્પોટનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટરનો એવો રસ્તો કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અને 10થી વધુ મોત થયા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *