રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન પ્રસિદ્ધ

રાજકોટ કોર્પોરેશનમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ ભરવા માટે છેલ્લા અઢી વર્ષથી ચાલતી પ્રક્રિયાના અંતે હવે તુરંતમાં ભરતી થાય તેવું લાગે છે. મે મહિનામાં લેવાયેલી પરીક્ષા માટે 60 હજાર ઉમેદવારો ઉમટયા હતા. જેનું પરિણામ વેબસાઇટ પર કોર્પો.એ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જુ. કલાર્કની 128 ખાલી જગ્યાઓ માટે રાજ્યભરમાંથી કુલ 60 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ મોટી પરીક્ષા અલગ અલગ શહેરોમાં લેવામાં આવી હતી. અરજદારો પૈકી 50 હજાર જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. તેનું પરિણામ વેબસાઇટ પર મુકાયું છે.

મેરીટમાં ટોપ પરથી બોટમ સુધીના ઉમેદવારોના સીટ નંબર મુકવામાં આવ્યા છે. કુલ જગ્યા કરતા ત્રણ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ ડોકયુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે. આ ખરાઇ બાદ ટોચના ઉત્તીર્ણ ઉમેદવારોનું ફાઇનલ મેરીટ બનાવવામાં આવે તેવી પૂરી પ્રક્રિયા છે. આ 128 જુનિયર ક્લાર્કની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. પણ બે વર્ષ સુધી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી મેરીટ યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર સીટ નંબરવાઇઝ મુકવામાં આવી છે. જે તે કેટેગરીના અનામત પ્રમાણે 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવાશે. આ અંગે ટુંક સમયમાં ઉમેદવારોને પણ જાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *