રાજકોટ ભાવનગર હાઇવે પર સર્જાયો અકસ્માત

રાજકોટ ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઇ રહેલી ફોર વ્હિલ કારને બચાવવા જતા ટાટા કંપનીનું મીની આઇસર જેવું માલવાહક વાહન પલ્ટી મારી જતા ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે જયારે વાહનમાં સવાર 11 જેટલા લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મૂળ જસદણ તાલુકાના રહેવાસી અને હાલ સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને તેના ચાર સંતાનો સહીત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *