રાજકોટ-ગોંડલ સિક્સલેનનું કામ રાત્રે કરો, બે-ત્રણ કિ.મી.નું તબક્કાવાર કરાવો : ચેમ્બર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઈ–વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા-રાજકોટના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરો સાથે મિટિંગ યોજી રાજકોટ-ગોંડલ સિક્સલેન નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન ઉદભવતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ–ગોંડલ નેશનલ હાઈવે સતત ધમધમતો હાઈ-વે છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવેની આસપાસ શાપર-વેરાવળ, હડમતાળા, વાવડી, કાંગશિયાળી, કોઠારિયા વિગેરે જેવા મોટા ઈન્ડસ્ટ્રિયલ એ૨િયાઓ આવેલા હોય રોજબરોજ વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાજનો દિવસ રાત અવર-જવર કરતા હોય છે.

હાલ રાજકોટ-ગોંડલ સિક્સ લેન નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. જેના કા૨ણે કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે અને લોકોના સમયની સાથે, નાણાં અને ઈંધણનો પણ વ્યય થાય છે ત્યારે આ કામગીરી દરમિયાન પડતી વિવિધ મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એન્જિનિયર, રેસિડેન્ટ એન્જિનિયર, ટીમ લીડર, કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં ખાસ કરીને હાલ જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટાભાગનું કામ રાત્રીના સમયમાં કરવામાં આવે તો કામ ઝડપી પૂર્ણ થઈ શકે તેમ છે. તેમજ જે એક સાથે 8 કિ.મી.નું કામ કરવામાં આવે છે તેના બદલે તબક્કાવાર બે કે ત્રણ કિ.મી.નું કામ ક૨વું જોઈએ જેથી ક૨ીને ટ્રાફિક ન ઉદભવે તેમજ રીબડાથી લોઠડા સુધી રોડ પણ ડાયવર્ટ ક૨વો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *