રાજકોટ-આટકોટ હાઈ-વેને સિક્સલેન કરવાના ₹2,500 કરોડના એસ્ટીમેટથી સરકાર ચોંકી

રાજકોટથી આટકોટ થઈને ભાવનગર અને અમરેલી તરફ જતા અત્યંત વ્યસ્ત હાઈ-વે પર દૈનિક 30 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે. આ માર્ગને સિક્સલેન બનાવવા માટે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા અધધ ₹2,500 કરોડનું એસ્ટીમેટ રજૂ કરવામાં આવતાં રાજ્ય સરકાર ચોંકી ગઈ હતી. આટલો મોટો ખર્ચ મંજૂર કરવાનો ઈનકાર કરીને સરકારે સમગ્ર ડીપીઆર અને ટેન્ડરિંગ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવા કડક આદેશ આપ્યો છે.

બીજી તરફ, અકસ્માત ઝોન બનેલા આ 45 કિમીના બિસ્માર માર્ગના ₹193 કરોડના રિકાર્પેટિંગનું કામ પણ દિવાળી બાદ શરૂ થશે, જેથી વાહનચાલકોને હજુ એક વર્ષ સુધી હાલાકી વેઠવી પડશે.

રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. ડાભી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર રાજકોટના આર.કે. યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીનો કુલ 45 કિલોમીટરનો માર્ગ સિક્સલેન બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાં સરધાર અને આટકોટ ખાતે 2 મોટા બાયપાસ નિર્માણ પામશે, જેનાથી વાહનચાલકોને ગામની અંદરથી પસાર થયા વગર સીધા ભાવનગર-અમરેલી તરફ જવાની સુવિધા મળશે અને ટ્રાફિક સમસ્યા હળવી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *