રાજકોટમાં હિટ એન્ડ રનમાં આધેડનું મોત

રાજકોટના આજીડેમ ચોકથી માંડા ડુંગર તરફ જતા રસ્‍તે સર્વિસ રોડ પર હિટ એન્‍ડ રનની ઘટનામાં સુંદરમ‌ સોસાયટીમાં રહેતાં આધેડનું મોત થયું છે. ફેકટરીના બગીચામાં માળી તરીકે નોકરી કરતાં આધેડ નોકરી પુરી કરી પગપાળા ઘરે જતાં હતાં, ત્‍યારે ટ્રકનો ચાલક અડફેટે લઇ ભાગી જતાં તેમનું મોત થયાનું સામે આવતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકે અડફેટે લેતા આધેડ રોડ પર પટકાયા રાજકોટના માંડા ડુંગર નજીક સુંદરમ સોસાયટીમાં રહેતાં રવજીભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.58) ગઈકાલે સાંજે 5.30 વાગ્‍યે માંડા ડુંગર નજીક ભવાની કારખાના પાસે સર્વિસ રોડ પર ચાલીને ઘર તરફ આવતાં હતાં, ત્યારે ટ્રકનો ચાલક અડફેટે લઇ ભાગી જતાં રવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં રવજીભાઇના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમને સારવાર માટે જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. અહિ રાત્રિના ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રવજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. પોતે ભવાની કારખાના પાસે બગીચામાં માળી તરીકે નોકરી કરતાં હતાં. નોકરી પુરી થતાં ઘરે આવી રહ્યા હતાં, ત્‍યારે ટ્રકનો ચાલક અડફેટે ચડાવી ટ્રક લઇ ભાગી ગયો હતો. હાલ આજીડેમ પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *