રાજકોટમાં ડેન્ગ્યુનો 1 કેસ, મિશ્ર ઋતુથી શરદી-ઉધરસનો વાયરો

રાજકોટ શહેરમાં ઉનાળામાં પણ મચ્છરજન્ય રોગએ કેડો મૂક્યો ન હતો. ઉનાળો પૂરો થયો ત્યારે હવે કેસમાં ઘટાડો નોંધાયો છે અને ગત સપ્તાહે ફક્ત એક જ ડેન્ગ્યુનો કેસ મનપાના ચોપડે આવ્યો છે. મચ્છરજન્ય રોગ શિયાળામાં વધુ હોય છે અને ઉનાળો આવતાં જ કાબૂમાં આવી જાય છે પણ આ વર્ષે ખાસ કરીને ચિકનગુનિયાનો ત્રાસ વધુ રહ્યો હતો. હવે માંડ કેસ ઓછા થયા છે ત્યાં ચોમાસું નજીક આવી ગયું છે. ચોમાસામાં એકાદ વરસાદ પડે અને બાદમાં ઉઘાડ થાય એટલે અનેકગણી ઝડપે મચ્છરોનું બ્રીડિંગ થઈ જાય છે અને એક જ સપ્તાહમાં ફરીથી રોગચાળો વધી શકે છે.

વરસાદની પેટર્ન આ વખતે કેવી રહે છે તેના પર આરોગ્ય તંત્ર ધ્યાન રાખીને બેઠું છે જો થોડા થોડા દિવસોમાં સામાન્ય વરસાદ પડતો રહ્યો તો તે સિઝનમાં બ્રીડિંગ વધતા રોગચાળો પણ વધશે. બીજી તરફ રાજકોટ શહેરમાં તડકા છાંયાનું વાતાવરણ છે બપોરે આકરો તડકો અને સાંજે ભેજ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *