ચોરીની ફરિયાદ કરવા જતા દંપતીનો ભરૂડી પાસે અકસ્માત સર્જાયો, પતિની નજર સામે પત્નીનું મોત

રાજકોટના રીબડા બસ સ્ટેશન પાસે રહેતા ગીતાબેન અશોકભાઈ કવા (ઉ.વ.46) ગત તા.10ના રોજ રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં તેના પતિ અશોકભાઈ કવાના બાઈક પાછળ બેસી જઈ રહ્યા હતાં ત્યારે ગોંડલ હાઈ-વે પર ભરૂડી ગામ પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેન કવાને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગીતાબેન કવાનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *