ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પોતાના વતન રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે યુવા ક્રિકેટરોને તક મળે તે માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી રિટાયરમેન્ટનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ જેવા કે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર સાથે રમવાનો મોકો મળ્યો તેને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતુ. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતે વર્ષ 2018 અને 2021માં જીતેલી ઇનિંગને યાદગાર ગણાવી હતી. આ સાથે જ યંગ પ્લેયરમાં સાંઈ સુદર્શન અને કરુણ નાયરના નંબર ત્રણ પરના પરફોર્મન્સને બિરદાવ્યું હતું. હાલની યંગ ભારતીય ટીમના વખાણ કર્યા હતા.
હવે નાના ગામમાંથી આવતા યુવાનને પણ ક્રિકેટર બનવાનો મોકો મળે છે જોકે, અગાઉની અનેક ટેસ્ટ સિરીઝમાં ચેતેશ્વર પુજારા રમ્યો હોત તો એવી ચર્ચા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે હું ન હતો તેમ કે હું કંઈ કહેવા માગતો નથી. જ્યારે પોતાની નિવૃત્તિનો નિર્ણય પણ દિગ્ગજ ક્રિકેટરો અને પરિવાર સાથે વાત કર્યા બાદ જ લીધો હોવાનું કહ્યું હતુ. આ સાથે જ તેમણે કહ્યું કે, અગાઉ મેટ્રોસિટીમાંથી આવતા યુવાનોને ક્રિકેટમાં સારી ઓપોર્ચ્યુનિટી મળતી હતી પરંતુ, હવે નાના ગામમાંથી આવતા યુવાનને પણ ક્રિકેટર બનવાનો મોકો મળે છે તેને બિરદાવી હતી.