જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિકરંગપરિયાએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક સિદ્ધિઆરોગ્ય કર્મચારીઓના અવિરત સમર્પણનું પરિણામ છે.જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્યઅધિકારીએ આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદનપાઠવ્યા છે. આગામી સમયમાં જિલ્લાની અન્ય આરોગ્યસંસ્થાઓ પણ આ પ્રકારનું રાષ્ટ્રીય સન્માન મેળવે તે દિશામાંઆયોજનબદ્ધ પ્રયાસો શરૂ રાખવામાં આવશે.
કર્મચારીઓના સમર્પણનું પરિણામ જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક સિદ્ધિ આરોગ્ય કર્મચારીઓના અવિરત સમર્પણનું પરિણામ છે. જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં જિલ્લાની અન્ય આરોગ્ય સંસ્થાઓ પણ આ પ્રકારનું રાષ્ટ્રીય સન્માન મેળવે તે દિશામાં આયોજનબદ્ધ પ્રયાસો શરૂ રાખવામાં આવશે.
મોરબી જિલ્લામાં જાહેર આરોગ્ય ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ થઈ હતી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) હેઠળ મોરબી તાલુકાના બિલિયા અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય સ્તરનું ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના બિલિયા કેન્દ્ર અને રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અણીયારી કેન્દ્રએ આરોગ્ય સેવાઓના આકરા માપદંડોમાં સફળતા મેળવી હતી. રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવેલા સૂક્ષ્મ નિરીક્ષણમાં આ બંને સંસ્થાઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
આ સફળતાને કારણે હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત સારવાર મળતી હોવાની મહોર લાગી હતી. સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે NQAS એ દેશનું સર્વોચ્ચ ગુણવત્તા માપદંડ છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા, રાજ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતી અત્યંત જટિલ તપાસમાંથી પસાર થવું પડ્યું હતું. કેન્દ્રીય એસેસરો દ્વારા હોસ્પિટલની સ્વચ્છતા, દર્દીના અધિકારોની જાળવણી, ક્લિનિકલ કેર, સ્ટાફની કાર્યક્ષમતા અને દવાઓની ઉપલબ્ધતા જેવા પાસાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં બિલિયા કેન્દ્ર 94.09 % અને અણીયારી કેન્દ્ર 93.82 % ગુણ મેળવીને ઉતીર્ણ થયા હતા.