વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગોંડલમાં સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર ગોંડલના શ્રી બાઈ સાહેબબા નિરાશ્રિત ગૃહ અને ભગવતસિંહજી બાલાશ્રમ ખાતે વસ્ત્રદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ સેવા કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં રહેતી 13 વૃદ્ધ મહિલાઓ અને 14 વડીલ પુરુષોને વસ્ત્રદાન કરાયું હતું. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગોંડલ મામલતદાર દિપકભાઈ અને ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળા હાજર રહ્યા હતા.તેમની સાથે નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહી સેવા કાર્યમાં જોડાયા હતા.
ઉપસ્થિત મહાનુભાવોમાં દિપકભાઈ ગોવણી (પ્રમુખ પ્રતિનિધિ, ગોંડલ નગરપાલિકા), ભાવેશભાઈ જરેર (ચેરમેન પ્રતિનિધિ, બાલાશ્રમ કમિટી), રાજેન્દ્રસિંહ જાડેજા (ચેરમેન, કારોબારી સમિતિ), મનીષભાઈ રૈયાણી (ઉપપ્રમુખ, ગોંડલ નગરપાલિકા), બંટીભાઈ દાફડા (ચેરમેન, સેનીટેશન શાખા), ઋષિરાજસિંહ જાડેજા (સદસ્ય, નગરપાલિકા) અને ભરતભાઈ ઢોલરિયા (સદસ્ય, નગરપાલિકા)નો સમાવેશ થાય છે.