બર્ફીલા પવનથી શહેરમાં ઠંડીનું જોર વધ્યું, તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું

હિમાલય તરફથી આવતાં બર્ફીલા પવનને કારણે રાજકોટ સહિત મોટાભાગના શહેરના લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ અઠવાડિયા સુધી ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા ન હોવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડાઅો મુજબ, રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધીને 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન માઈનસ 1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રી નોંધાયું હતું.

પરંતુ, ઠંડા પવનોની અસરથી શહેરમાં ઠંડીનો પારો બે દિવસમાં ગગડ્યો હતો. જેને કારણે શહેરમાં બપોરથી ઠંડીનો ચમકારો વધ્યો છે. તેમજ સોમવાર અને મંગળવારે શહેરમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. જો કે, આ વર્ષે ઠંડી પડવાની શરૂઆત મોડી થઈ છે અને છેક હવે ડિસેમ્બરનું એક સપ્તાહ વિતી ગયું ત્યારે ઠંડીનો ચમકારો દેખાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *