પરિણીતાને જયપુરના સાસરિયાનો ત્રાસ

રાજકોટની પરિણીતા પાસે દહેજની માંગણી કરી જયપુરના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ આપ્યો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે ક્રિકેટ મેચ દૂર રમવાનું કહેતા આધેડ પર હૂમલાની ઘટના સામે આવી છે તો મકાન માલિકે પ્લાન મુજબ બાંધકામ કરવાનું કહેતા કોન્ટ્રાકટરે જમીનમાં દાટી નાખવાની ધમકી આપી છે.

મહિલા પાસે દહેજની માંગણી કરી પતિ સહિત 9 શખ્સોએ મારકૂટ કરી શહેરની પહેલા પાસે દહેજની માંગણી કરી પતિ સહિતના 9 શખ્સોએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં કરણપરામાં રહેતા 47 વર્ષીય પરિણીતા માધવીબેન બરડીયાએ જણાવ્યું છે કે, 5 માર્ચ, 2025થી આજદિન સુધી પતિ મોહિત, સસરા નરેન્દ્રભાઈ, સાસુ શશિબેન, દિયર મધુભાઈ, દેરાણી અનન્યા, કાકાજી મહેન્દ્રભાઈ, કાકીજી રાજકુમારી, કાકા અજીતભાઈ અને કાકીજી મધુબેન દ્વારા શારીરિક માનસિક દુઃખત્રાસ આપવામાં આવતો હતો. આ સાથે જ બીભત્સ ગાળો આપી દહેજની માંગણી કરી મારકૂટ કરી હતી. જોકે હવે પોલીસે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ક્રિકેટ મેચ દૂર રમવાનું કહેતા ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો શહેરના ભાવનગર રોડ ઉપર શક્તિ એન્ડ્રોઝન સોસાયટી શેરી નંબર 4 માં રહેતા મેરુભાઈ ધાંધળ 17 મેના સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે પરિવાર સાથે બેઠા હતા ત્યારે 17 વર્ષીય દેવરાજ અને અન્ય બાળકો ક્રિકેટ રમતા હતા તે દરમિયાન દડો ભત્રીજા પ્રિયજીતને વાગ્યો હતો જેથી ક્રિકેટ મેચ દૂર રમવા માટેનું કહી ઠપકો આપતા દેવરાજ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તે વિનોદભાઈ અને તેના બે પુત્રો વિશાલ અને વિવેક સાથે આવ્યો હતો.

વિશાલ અને વિવેકે મેરૂભાઈને પકડી રાખ્યા હતા અને વિનોદભાઈએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ લાકડી વડે પગના ભાગે બેથી ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ હિરલબેન અને પૂજાબેનને વિશાલે ગાળો આપી હતી જ્યારે અજયભાઈનો કોલર વિનોદભાઇએ પકડી ગાળો આપી હતી. આ દરમિયાન મેરૂભાઈને પગ અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. જોકે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *