પડધરીમાં કેન્દ્ર નંબર 8ની નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી ₹8 લાખના ખર્ચે તૈયાર થઈ છે અને તેનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આંગણવાડીનું ખાતમુહૂર્ત અંદાજિત એક વર્ષ પહેલાં ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે તેનું વિધિવત લોકાર્પણ કરાયું છે.
આંગણવાડી કેન્દ્રો બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને પૂરક પોષણ પૂરું પાડી કુપોષણ અટકાવવામાં મદદ કરે છે. ઉપરાંત, 3 થી 6 વર્ષના નાના બાળકોને રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પણ પૂરું પાડે છે.આ કેન્દ્રો બાળકો અને માતાઓના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરે છે અને સમયસર રસીકરણ સુનિશ્ચિત કરે છે. માતાઓને આરોગ્ય, સ્વચ્છતા અને બાળઉછેર અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.
આ પ્રસંગે પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પડધરીના સરપંચ વિજયભાઈ પરમાર, રાજકોટ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જગદીશભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ભવ્યરાજસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ નિલેશભાઈ ડોડિયા, છગનભાઈ વાછજાડિયા સહિત અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.