ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કૂવામાં પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું અને એ વખતે સપોર્ટ તૂટી પડતાં એક યુવક કૂવામાં ખાબક્યો હતો અને તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું , જ્યારે એક યુવક દોરડાની મદદથી બહાર નીકળી શક્યો હતો અને તેને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.
જો કે આ યુવકે સ્થાનિકોને જાણ કરતા મામલતદારને ઘટનાથી વાકેફ કરાયા હતા અને તાબડતોબ એનડીઆરએફની મદદ લેવાઇ હતી અને એકનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.
ઉપલેટાના ઢાંક ગામે કૂવામા પ્લાસ્ટરનું કામ કરતી વખતે નીચે રાખેલા પીઢિયાનો સપોર્ટ તૂટી જતાં રાજેશ લલિતભાઈ વારગીયાનું મોત નીપજતાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો, જયારે ઉમેશ સોંલકીને સામાન્ય ઇજા પહોંચી હતી. ભાયાવદર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
ખાનગી વાડીમાં કૂવાનું કામ ચાલી રહ્યું હતું વાડીમાં જે અકસ્માતનો ગુનો બન્યો તેની જાણ સ્થાનિકો દ્વારા મને કરવામાં આવી હતી. મને જાણ થયા બાદ મે NDRFની ટીમનો તરત જ સંપર્ક કરી ઘટના સ્થળે પહોંચવા તાકીદ કરી હતી અને હું તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જો કે ત્યાં સુધીમાં યુવકનું મોત થઇ ચૂક્યું હતું. આથી લાશને પીએમ માટે ખસેડાઇ હતી.