ડ્રગ્સનું વ્યસન છોડાવવામાં હની સિંહને ટાલ પડી ગઈ

ગાયક અને રેપર યો યો હની સિંહે તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, તેણે ખુલાસો કર્યો કે બાયપોલર ડિસઓર્ડર અને ડ્રગના વ્યસન સામેની લડાઈ દરમિયાન ભારે દવાઓની આડઅસરોને કારણે, તેને સંપૂર્ણપણે ટાલ પડી ગઈ છે અને હવે તે વિગ પહેરે છે.

માનસિક તણાવના દિવસો યાદ કરતાં, હની સિંહે જણાવ્યું કે, તે સાત વર્ષ સુધી ઘરમાં જ રહ્યો હતો, જેમાંથી ત્રણ વર્ષ તેણે ફક્ત તેના બેડરૂમમાં જ વિતાવ્યા હતા. હવે, તે બીમારીમાંથી સાજો થઈ ગયો છે અને ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે.

દિલ્હીમાં જન્મેલા 43 વર્ષીય હૃદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ તાજેતરમાં ‘AB Talks’ પોડકાસ્ટ પર દેખાયો હતો. આ વાતચીતમાં, તેણે પોતાની બીમારી અને તેની સારવારની અસરો વિશે ખૂલીને ચર્ચા કરી. હની સિંહે ખુલાસો કર્યો કે, લાંબા સમય સુધી ભારે દવાઓના કારણે તેનું વજન 105 કિલો થઈ ગયું હતું.

આ સારવારની આડઅસરને કારણે તેના માથાના બધા વાળ ખરી પડ્યા હતા. રેપરે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે, તેના માથા પર દેખાતા વાળ અસલી નથી, પરંતુ તે વિગનો ઉપયોગ કરે છે. તેણે સ્વીકાર્યું કે, 2014માં ડ્રગ્સ છોડ્યા પછી પણ, સ્વસ્થ થવાની યાત્રા લાંબી અને પીડાદાયક હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *