ગોંડલમાં કાલે ઉજવાશે ઠાકોરજીના વિવાહનો માંગલિક અવસર

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ક્યારેય ન ઉજવાયો હોય તેવો તુલસી વિવાહ ગોં|ડલના આંગણે યોજાઇ રહ્યો છે. ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા પરિવાર દ્વારા તુલસીવિવાહનો અલૌકિક અવસર આવતીકાલને 12 નવેમ્બરના રોજ ઉજવાશે. જેને લઇને અદમ્ય ઉત્સાહ છવાયો છે. આ પાવન અવસરે 30 હજારથી વધુ ભક્તો એકસાથે મહાપ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગોંડલમાં આશાપુરા રોડ પર આવેલા ધારાસભ્યના નિવાસસ્થાનથી લઇ કોલેજચોક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ સુધી રંગબેરંગી લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. આ માંગલિક અવસરે મુખ્યમંત્રી પટેલ, સાંસદ મોકરિયા અને રૂપાલા, મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ હાજરી આપશેે.

અવસરની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તુલસીવિવાહને અનુલક્ષીને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરીક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પિન્ટુભાઈ ચુડાસમા, સમીર કોટડીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરી હતી અને કોઇ કચાશ ન રહે તે માટે સ્ટાફને તાકીદ કરી હતી. તુલસી વિવાહ અવસરના મહેમાન બનવા મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ઇન્દ્રભારતી બાપૂ, ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિક વેકરીયા, પુનમબેન માડમ સહિતના જોડાશે. ગોંડલમાં અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાનથી લઇ કોલેજચોક, સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ સુધી રંગબેરંગી લાઈટનો નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *